PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (16 સપ્ટેમ્બર 2024) અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેંશનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ અને ગાંધીનગર (GMRC) વચ્ચેની મેટ્રોની મુસાફરી દરમિયાન PM મોદીએ લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે બેસીને મુસાફરી પણ કરી હતી.
અમદાવાદ મેટ્રો રેલ નેટવર્કના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરી હતી.
અમદાવાદ મેટ્રો રેલ નેટવર્કનો બીજો તબક્કો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ મુસાફરી કરી.
અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. જે 21 કિલોમીટર સુધી છે. શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશનો પર મેટ્રો દોડશે. આગામી સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી પહોંચશે.
ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ પીએમ મોદીએ સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી વિદ્યાર્થીઓ સાથે મેટ્રોમાં મુસાફરી કરી અને તેમની સાથે વાત કરી હતી.