Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો
અમદાવાદ: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે.
14 ડિસેમ્બરથી શરૂ થનાર આ મહોત્સવ 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે.
પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે.
આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે.
રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.