IPL ફાઇનલ પહેલાં અમદાવાદમાં વરસાદ: ક્રિકેટ રસિકો ચિંતામાં, મેચ પર સંકટના વાદળો
Ahmedabad Weather: શહેરના પશ્ચિમ ઝોન સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચને અસર થવાની ભીતિ.
Ahmedabad Rain: IPL 2025 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ક્રિકેટ ચાહકોની ચિંતામાં વધારો થયો છે.
1/5
શહેરના પશ્ચિમ ઝોન સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં મેચના સમયપત્રક પર અસર થવાની આશંકા સેવાઈ રહી છે.
2/5
બપોર બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. માણેકબાગ, માનસી સર્કલ, એસ.જી. હાઈવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, શિવરંજની, ડ્રાઈવ ઈન રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.
3/5
વરસાદ શરૂ થતાની સાથે જ શહેરના માર્ગો પર વાહનો ધીમા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
4/5
આજની IPL ફાઇનલ મેચની ઉત્સુકતા ચરમસીમાએ હતી, ત્યારે મેચ શરૂ થાય તે પહેલાં જ મેઘરાજાનું આગમન થતાં ક્રિકેટ ફેન્સમાં નિરાશા અને ચિંતાનો માહોલ છવાયો છે.
5/5
જો વરસાદ લાંબો સમય ચાલે અથવા ભારે પડે, તો મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે અથવા તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો મેચ રદ્દ થવાની શક્યતા પણ રહેલી છે. જોકે, ચાહકો આશા રાખી રહ્યા છે કે વરસાદ રોકાઈ જાય અને તેમને આઈપીએલની રોમાંચક ફાઇનલ મેચનો આનંદ માણી શકે.
Published at : 03 Jun 2025 04:21 PM (IST)