River Cruise Floating Restaurant: હવે અમદાવાદીઓ સાબરમતીની સફર કરતા કરતા માણી શકશે ડિનરની મજા, જુઓ ક્રૂઝ રેસ્ટોરન્ટની તસવીરો
River Cruise Floating Restaurant PHOTOS: અમદાવાદ: શહેરને વધું એક નઝરાણું મળવા જઈ રહ્યું છે. શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ થશે.
ક્રૂઝ બોટ અમદાવાદના સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.
દક્ષિણ ગુજરાતના વલસાડના ઉંમરગામથી ક્રૂઝ અલગ અલગ છ તબક્કામાં લાવવામાં આવ્યું છે.
ત્રણ મહિનામાં ક્રૂઝને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
હાલની ગણતરી અનુસાર 125 થી 150 લોકો એક સાથે આ ક્રૂઝ ઉપર બેસી શકશે.
વર્ષ 2022 માં PPP મોડેલ ઉપર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે ક્રૂઝ બોટની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે.
AMC નો દાવો છે કે દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. ક્રૂઝ બોટમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે મુકવામાં આવશે.