Exit Poll 2024
(Source: Poll of Polls)
Chandrayaan 3: સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવી ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગની ઉજવણી, જુઓ તસવીરો
Chandrayaan 3: આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પર સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓથી લઈને વિવિધ દેશના વડાઓ ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો બીજી તરફ આજે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. મંદિર,મસ્જીદ અને ગુરુદ્વારાઓમાં પણ ભગવાનને વિશેષ પ્રાર્થના સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનેદન પાઠવવામાં આવી રહ્યા છે.
ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું એની પાછળ ભારતના અનેક વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનત છે.
ભારતના ચંદ્રયાન-3ની સફળતા માટે સમગ્ર દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે. ત્યારે ચંદ્રયાન3ની સફળતા માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો ભક્તોએ પણ દેશભક્તિની અનોખી ઉજવણી કરી હતી.
ઘનશ્યામ મહારાજ સમક્ષ ચંદ્રયાનની સફળતા માટે ભજન ઉત્સવ સાથે સફળ લેન્ડિગ બાદ સંતો ભક્તોએ તિરંગો લહેરાવીને ભારતની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે.
આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીએ પણ લંડનમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આજે સંતો હરિભક્તોએ ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગને વધાવી દેશભક્તિ પ્રદર્શિત કરતાં જયઘોષ કર્યા હતા.
હાથમાં ત્રિરંગા સાથે સંતો અને ભક્તોએ સાથે મળી ચંદ્રયાન3ના સફળ લેન્ડિંગની ઉજવણી કરી હતી.