Ahmedabad Heat: અમદાવાદમાં આજે યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Ahmedabad Heat: અમદાવાદમાં આજે યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Continues below advertisement
Ahmedabad Heat: અમદાવાદમાં આજે યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 15 એપ્રિલથી ત્રણ દિવસ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. એ પહેલા જ આજથી  14 એપ્રિલથી અમદાવાદમાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  મંગળવારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. બુધવારે રાજકોટ સહિત ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

2/6
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ બેથી ત્રણ ડિગ્રીનો તાપમાનમાં વધારો થશે. અમદાવાદ શહેર માટે આજે યેલો એલર્ટ સાથે 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/6
ગઈ કાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે.
4/6
15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હીટવેવની સાથે યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
5/6
દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આવનારા સમયમાં જોરદાર ગરમી પડશે તે નક્કી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
Continues below advertisement
6/6
હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે.
Sponsored Links by Taboola