Tiranga Yatra: અમિત શાહની અમદાવાદમાં તિરંગા યાત્રા, મુખ્યમંત્રી પટેલની પણ ઉપસ્થિતિ, જુઓ તસવીરો
Tiranga Yatra, Republic Day 2023: દેશ અત્યારે આઝાદીનો જશ્ન મનાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનારુ છે, આ અંતર્ગત આજે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. દેશના આઝાદી પર્વની સંસદથી સડક સુધી ઉજવણી થઇ રહી છે. સ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી દેશભરમાં લોકો પૂરજોશમાં કરી રહ્યાં છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાતંત્ર પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તમામ તૈયારી દેશભરમાં લોકો પૂરજોશમાં કરી રહ્યાં છે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે અમિત શાહની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ છે. અમદાવાદના ઘાટલોડિયાથી નીકળનારી તિરંગા યાત્રાને લઇ અનેરો થનગનાટ છવાયો છે.
આજે સવારે 9 કલાકે નીકળનારી આ યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા, અને ફ્લેગ ઓફ કરાવશે. આ નિર્ણયનગર ત્રણ રસ્તા પર સમાપ્ત થશે. આઝાદી પર્વ પહેલાની આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાશે.
ખાસ વાત છે કે, અમદાવાદમાં એએમસી દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
અમદાવાદના ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજ પહેલા સભા અને ત્યાર બાદ તિરંગા યાત્રાનું આયોજન છે.
આ તિરંગા યાત્રા ચાણક્યપુરી બ્રિજથી લઈને કે કે નગર રૉડ સુધી યોજાશે. મોટી સંખ્યામાં લોકો તિરગા સાથે ઉપસ્થિતિ રહ્યા છે.