E-Memo: ટ્રાફિકના આ નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
Traffic Rules: અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ સક્રિય છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/12
મદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે.
2/12
આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
3/12
અમદાવાદ શહેરમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે, રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો મોકલવામાં આવશે.
4/12
BRTS કોરિડોરમાં વાહન ચલાવશો, ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો પણ ઈ-મેમો મળશે.
5/12
ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો તમારા ઘરે આવશે.
6/12
આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે.
7/12
શહેરમાં 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે.
8/12
રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.
9/12
ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે.
10/12
શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે, રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.
11/12
અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે.
12/12
લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ પણ સક્રિય છે.
Published at : 20 Feb 2023 11:54 AM (IST)