કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા માટે વિસ્તારમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, જુઓ Photos
ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈપણ રોગથી રક્ષણ માટે તેની જાગૃતિ જરૂરી છે. આ અન્વયે આજે ગાંધીનગરના મોટી ભોયણ ખાતે કેન્સરના નિદાન અને સારવાર માટે જાગૃતિ અને તપાસ અભિયાન શરૂ કર્યું તેમજ PMJAY લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું.
ગાંધીનગરના કલોલ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર BVM ગેટ રેલવે ઓવર બ્રિજ અને સરદાર પટેલ ગાર્ડન નવીનીકરણ કાર્ય હેતુ શિલાન્યાસ કર્યો.
સોલા, અમદાવાદ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ₹307 કરોડના વિકાસ કામોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
અમદાવાદના સોલામાં PMAY હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા મકાનોમાં ઘર પ્રવેશ માટે લાભાર્થીઓને ઘરોની ચાવીઓનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઈકોલોજી પાર્ક જાહેર જનતાને અર્પણ કરી પાર્કમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઈકોલોજી પાર્કના વિકાસથી આસપાસના વિસ્તારના વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેમજ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.