અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓનો આતંક, ભજન ગાતી મહિલાઓના વાળ ખેંચી માર માર્યો, વીડિયો વાયરલ!
અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં (Shridhar Sparsh Society) અસામાજિક તત્વોનો (Anti-social elements) આતંક જોવા મળ્યો છે.
સોસાયટીમાં ભજન (Bhajan) કાર્યક્રમ કરી રહેલી મહિલાઓ (Women) પર કેટલાક યુવકોએ હુમલો (Attack) કરતા ભારે હંગામો મચી ગયો હતો. આ ઘટનાના વીડિયો (Video) વાયરલ (Viral) થતાં સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે. રોષે ભરાયેલી મહિલાઓ ન્યાયની માંગ સાથે ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) પહોંચી છે.
1/5
પ્રાથમિક માહિતી અનુસાર, સોસાયટીમાં આવેલ કૃષ્ણ મંદિરે (Krishna Temple) દરરોજ ભજનનો કાર્યક્રમ યોજાય છે. ઘટનાના દિવસે પણ ભજન ચાલી રહ્યું હતું ત્યારે સોસાયટીના જ કેટલાક યુવકો દ્વારા મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
2/5
જોકે, હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ભજન બાબતે અગાઉ પણ સોસાયટીમાં તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ મહિલાઓના વાળ ખેંચીને તેમને માર માર્યો હતો, જેમાં કેટલીક મહિલાઓ ઈજાગ્રસ્ત (Injured) પણ થઈ છે.
3/5
હુમલો કરનારા આ શખ્સોને પોલીસનો (Police) કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
4/5
સોસાયટીના રહીશો આ માથાભારે તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. લોકોના મનમાં પ્રશ્ન છે કે શું પોલીસ આવા ગુંડાઓ સામે નતમસ્તક છે?
5/5
ઓઢવ પોલીસ આ લુખ્ખાઓને ક્યારે કાયદાનું ભાન કરાવશે અને સોસાયટીના લોકોને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડશે તે જોવું રહ્યું. આ ઘટનાએ સોસાયટીમાં ભયનો માહોલ ઉભો કર્યો છે અને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Published at : 18 Jul 2025 07:03 PM (IST)