Ahmedabad Air India Plane Crash: મેઘાણીનગરમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંની તસવીરો જોઈ હચમચી જશો

Ahmedabad Air India Plane Crash: મેઘાણીનગરમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંની તસવીરો જોઈ હચમચી જશો

અમદાવાદ પ્લેન ક્રેશ

1/6
અમદાવાદ: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 આજે બપોરે ટેકઓફ થયાના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું.
2/6
એર ઇન્ડિયાની ફ્લાઈટ લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જવા માટે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થતા અફરાતફરી મચી જવા પામી હતી.
3/6
અમદાવાદના મેઘાણીનગરમાં 1.38 વાગ્યે ટેકઓફ થયાની 4 મિનિટમાં જ પ્લેન ક્રેશ થયું હતું. . જ્યાં પ્લેન પડ્યું ત્યાં બીજે મેડીકલ કોલેજની મેશ હતી. ભયંકર પ્લેન ક્રેશમાં મૃતદેહ ઓળખવા મુશ્કેલ બન્યા છે.
4/6
આ વિમાન મેઘાણીનગરમાં આવેલી ડોક્ટરની બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ પ્લેન ક્રેશ થવાને કારણે સ્થાનિક વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પ્લેન ક્રેશ થયું ત્યારની સ્થિતિ વર્ણવતા લોકો ભાવુક થઈ ગયા હતા.
5/6
બીજે મેડીકલ કોલેજ મેશની તસવીરો પણ સામે આવી છે જેમાં બિલ્ડિંગને પણ ભયંકર નુકસાન થયું હોવાનું જોઈ શકાય છે.
6/6
પ્લેન ક્રેશ થયું ત્યારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી હતી. ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્લેન ક્રેશ થયું તે બિલ્ડિંગને પણ મોટાપાયે નુકસાન થયું છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ AP તરફથી વિમાન દુર્ઘટના અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે તમામ 242 લોકોના મોત થયા છે. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે.
Sponsored Links by Taboola