Air India Airbus A350:Air Indiaને મળ્યું પહેલું A350-900 એરક્રાફ્ટ, તેની વિશેષતા સાથે જુઓ શાનદાર તસવીરો
Air India Airbus A350: ટાટા ગ્રૂપની એરલાઇન એર ઇન્ડિયાને શનિવારે તેનું પહેલું એરબસ A350 એરક્રાફ્ટ મળ્યું. આ એરોપ્લેનની અદભુત તસવીરો નિહાળીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબી પ્રતીક્ષા પછી, Air Indiaને શનિવારે 23 ડિસેમ્બરે Airbus A350 વિમાન મળ્યું. આ પ્લેન ફ્રાન્સના તુલોઝમાં એરબસ પ્લાન્ટથી દિલ્હી આવ્યું છે.
નવી ટેક્નોલોજીથી બનેલા એરબસ A350-900 એરક્રાફ્ટમાં કુલ 316 સીટ છે, જેને મુસાફરોની સુવિધા માટે તૈયાર કરવામાં આવી છે. આ વિમાનમાં કુલ ત્રણ કેટેગરીની કેબિન છે.
આ એરક્રાફ્ટમાં 28 બિઝનેસ ક્લાસ, 24 પ્રીમિયમ ઈકોનોમી અને કુલ 264 ઈકોનોમી સીટ છે.
એર ઇન્ડિયાએ એરબસ પાસેથી 20 નવા A350-900 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી એરલાઇનને માર્ચ 2024 સુધીમાં 5 એરક્રાફ્ટનો ઓર્ડર મળી જશે.
એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને ભારતમાં A350-900 એરક્રાફ્ટના આગમનને યાદગાર દિવસ ગણાવ્યો છે. અગાઉ, કંપનીએ ગ્રાઉન્ડ સ્ટાફ અને એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ માટે નવા ડ્રેસ પણ રજૂ કર્યા હતા. તેને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે.
ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ એરલાઈન્સમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અગાઉ, કંપનીએ નવા બ્રાન્ડ લોગોની પણ જાહેરાત કરી હતી.