Heatwave Alert: દેશમાં આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, તો અહીં ફરી એક વખત આ વિસ્તારમાં માવઠાનું સંકટ
આઇએમડીએ જણાવ્યું હતું કે, ગુજરાત, ગંગાના પશ્ચિમ બંગાળ, આંતરિક કર્ણાટક, પેટા-હિમાલય અને દરિયાકાંઠાના ઓડિશના અલગ-અલગ સ્થળોએ હીટવેવની આગાહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં હીટવેવ આવવાની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કોંકણ અને ગોવામાં રવિવાર (28 એપ્રિલ, 2024) સુધી હીટવેવ ચાલુ રહી શકે છે. આવી સ્થિતિ આજથી જ શરૂ થઈ જશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 26 થી 28 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે વરસાદના નવા રાઉન્ડની સંભાવના છે.
IMDએ કહ્યું કે, ગુરુવારે (25 એપ્રિલ, 2024) જમ્મુ અને કાશ્મીરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 અને 28 એપ્રિલે અહીં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે. જો કે, આનાથી હીટવેવમાંથી કોઈ રાહત મળશે નહીં.
IMDએ જણાવ્યું હતું કે, 27 અને 28 એપ્રિલે ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું કે 27 એપ્રિલે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.