Anand: સોજીત્રા ગામમાં માતા અને બે દીકરીઓની એક સાથે નીકળી અંતિમયાત્રા , આખું ગામ રડ્યુ

આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે.

આણંદ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા

1/5
આણંદઃ આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે.
2/5
મળતી જાણકારી અનુસાર, આણંદના ડાલી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
3/5
આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. કાર ચાલક કેતન પઢીયા વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇની હોવાની ચર્ચા છે. ધારાસભ્યનો જમાઇ દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
4/5
આણંદના સોજીત્રાના 4 લોકોનો મોત થયા હતા. જેમાં મિસ્ત્રી પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા. માતા અને બે દીકરીઓની અંતિમ યાત્રા નીકળતા ગામ આખુ હિબકે ચઢ્યું હતું.
5/5
એક જ પરિવારના ત્રણ સભ્યોની એક સાથે અંતિમ યાત્રા નિકળતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. વિણાબેન વિપૂલભાઈ મિસ્ત્રી અને તેમની બે દિકરીઓ જાનવી અને જીયાની અંતિમ યાત્રા નિકળી હતી.
Sponsored Links by Taboola