અસાની વાવાઝોડાએ ઓડિશા પર વરસાવ્યો કહેર, 12ના થયા મોત, જુઓ તબાહીના ભયાનક દ્રશ્યો
ઓડિશામાં ચક્રવાતી તોફાન 'આસાની'ના કારણે ઓછામાં ઓછા 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓડિશામાંથી આવા ઘણી તસવીરો સામે આવી છે. જે ડરાવનારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડું નબળું પડ્યું અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ્યું તે પહેલાં, તેના ભારે પવનના કારણે અસરગ્રસ્ત નગરો અને ગામડાઓમાં ઘણા ઘરોની છત ઉડી ગઈ હતી અને ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
200 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહેલા આ ગંભીર ચક્રવાતી તોફાનના કારણે શુક્રવારે પુરીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ હતી.
શુક્રવારે વાવાઝોડાનો મૃત્યુઆંક 8 હતો, જે મયુરભંજ જિલ્લામાં વધુ 4 લોકોના મોત બાદ વધીને 12 થઈ ગયો છે.
આ ગંભીર ચક્રવાતી તોફાન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતાં આ વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધારાશાયી થયા હતા
બંગાળની ખાડીમાંથી ઉછળેલું ચક્રવાતી તોફાન આસાની હવે આંધ્રપ્રદેશમાં પોતાનો રંગ દેખાડી રહ્યું છે. અહીંના કાકીનાડા જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
વાવાઝોડાના પગલે આંધ્રપ્રદેશ બોર્ડ ઓફ ઈન્ટરમીડિયેટ એજ્યુકેશને બુધવારે લેવાનારી પરીક્ષાઓ મુલતવી રાખી છે. 12મી મેથી બોર્ડની બાકીની પરીક્ષાઓ સમયપત્રક મુજબ લેવાશે. જે પરીક્ષા 11 મેના રોજ યોજાવાની હતી તે હવે 25 મેના રોજ લેવામાં આવશે.
આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.