Badrinath Kapat Open 2023: બદ્રીનાથના આજે ખૂલ્યા કપાટ, પુષ્પોના અદભૂત શૃંગારથી અલંકૃત ધામ, જુઓ દર્શનિય તસવીરો
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. બદ્રીધામના પણ દ્રાર ખૂલી ગયા છે. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન આર્મી બેન્ડ ધૂન વગાડી હતી. લોકોએ જય બદ્રી વિશાલના નારા લગાવ્યા. આ પહેલા આદિગુરુ શંકરાચાર્યની ગાદી નરસિંહ મંદિરથી પાંડુકેશ્વર જવા રવાના થઈ હતી.
પ્રથમ દિવસે 8 હજારથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. માઈનસ 6 ડિગ્રી તાપમાન બાદ પણ મંદિરની બહાર દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારો લાગી હતી.
ઉત્તરાખંડ સરકારે કેદારનાથના પગપાળા માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની નોંધણી 30 એપ્રિલ સુધી અટકાવી દીધી છે. ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ અને ધામમાં ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. કેદારઘાટીમાં આગામી એક સપ્તાહ સુધી ખરાબ હવામાનની આશંકા છે.
હિમસ્ખલનની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. કેદારનાથ ધામમાં રવિવારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. રાજ્ય સરકારે યાત્રાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. યાત્રીઓને ધામ જતા પહેલા ગરમ વસ્ત્રો અને જરૂરી વસ્તુઓ સાથે રાખવા માટે કહેવામાં આવ્યું છે.
મંગળવારે કેદારનાથ ધામના દર્શન કરવા માટે ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને પ્રથમ રુદ્રાભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવ્યો હતો.
બદ્રીનાથ ધામની જેમ કેદારનાથ ધામ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. ચારે બાજુ એક ફૂટથી વધુ ઉંચો બરફનો પડ છે. જો કે મંદિર પરિસર અને ધામ તરફ જતા માર્ગો પરથી બરફ હટાવવામાં આવ્યો છે.