Bhavnagar Rain: ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 9 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ તસવીરો
Bhavnagar Rain: ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 9 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ તસવીરો
જેસરમાં આભ ફાટ્યું
1/6
ભાવનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાને મેઘરાજાએ ધમરોળિયું છે. જેસર તાલુકામાં સવારે 6:00 થી બપોરના 12 વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે.
2/6
સીઝનના પ્રથમ વરસાદની જોરદાર એન્ટ્રી થતા જેસર તાલુકાના ગામડાઓમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી જ જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
3/6
જેસર તાલુકાના શાન્તીનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી અને દેપલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
4/6
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે. ભારે વરસાદના કારણે જેસર તાલુકાના મુખ્ય બજારમાં પાણી વહી રહ્યા છે.
5/6
તાલુકાના રાણીગામ, દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર બિલ્લા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેસર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે.
6/6
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 16 Jun 2025 02:42 PM (IST)