Bharoli Primary School PHOTO: શિક્ષણમંત્રીના જિલ્લાની આ જર્જરિત શાળામાં મોતને મુઠ્ઠીમાં લઈ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

Bharoli Primary School PHOTO: તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલ પ્રાથમિક શાળા અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.

ભારોલીની પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા બાળકો

1/8
Bharoli Primary School PHOTO: તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલ પ્રાથમિક શાળા અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.
2/8
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં વિદ્યાર્થીઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે.
3/8
શાળાના ક્લાસ રૂમમાં સ્લેબ તૂટી ગયો હોવાથી વરસાદનું પાણી પણ પડી રહ્યું છે
4/8
ઉનાળા દરમિયાન બાળકો બહાર તડકામાં બેઠીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે
5/8
શિક્ષણની કથળેલી વ્યવસ્થાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
6/8
ચાલુ ટર્મનાં સરપંચ અને આચાર્ય દ્વારા નવા ક્લાસરૂમ બનાવવા માટે મુખ્યમંત્રી, રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી, ભાવનગર ડીપીઓને અનેક રજૂઆત કરી છે છતાં પણ શાળાની સ્થિતિ સુધરી નથી.
7/8
ભારોલી ગામની પ્રાથમિક શાળાની હાલત એટલી ખરાબ બની છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તો અનેક વિદ્યાર્થીઓ દબાઈ તેમ છે. અનેક જગ્યાએથી ક્લાસરૂમમાં છત પરના પોપડા પડી ગયા છે.
8/8
ભારોલી પ્રાથમિક શાળામાં અંદાજે 150 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે તાકીદે નવા ક્લાસરૂમ ઊભા કરવામાં આવે નહીંતર આવનારી વિધાનસભામાં મતનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે.
Sponsored Links by Taboola