Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ

ભાવનગર શહેરમાં વરસાદ

1/5
ભાવનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
2/5
શહેરમાં એક તરફ અતિ ભારે વરસાદ છે અને બીજી તરફ વરસાદનું એક ટીપું પણ નથી. સતત પાંચમાં દિવસે કમોસમી વરસાદ અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ખાબક્યો છે.
3/5
હાલ ભાવનગર શહેરમાં ભરતનગર, સરદાર નગર,ટોપ થ્રી વિસ્તાર, શિવાજી સર્કલ સહિતના પૂર્વ ભાગમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું છે.
4/5
ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદી માહોલ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
5/5
રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી મોહલ જોવા મળશે.
Sponsored Links by Taboola