Ahmedabad Plane Crash: ભાવનગરનો મેડીકલ વિદ્યાર્થી જમવા ગયોને મળ્યું મોત, મતૃદહે ગામમાં પહોંચતા કાળો કલ્પાંત

Ahmedabad Plane Crash: ભાવનગરનો મેડીકલ વિદ્યાર્થી જમવા ગયોને મળ્યું મોત, મતૃદહે ગામમાં પહોંચતા કાળો કલ્પાંત

ભાવનગરનો મેડીકલ વિદ્યાર્થી જમવા ગયોને મળ્યું મોત

1/5
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લઈ ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 241 લોકોના મોત થયા છે. માત્ર એક વ્યક્તિનો જીવ બચ્યો છે. આ સિવાય પ્લેન જ્યાં ક્રેશ થયું તે બીજે મેડીકલના મેસમાં પણ તબીબી વિદ્યાર્થીઓ જમતા હતા તેમના પણ મોત થયા છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં ભાવનગરના આશાસ્પદ તબીબી વિદ્યાર્થી રાકેશ દિયોરાનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે.
2/5
ખેતી કામ સાથે સંકળાયેલ પરિવારના આશાસ્પદ મેડિકલ સ્ટુડન્ટનું અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. રાકેશ દિયોરા બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગઈકાલે પ્લેન દુર્ઘટનામાં આ યુવાનનું મોત નીપજ્યું છે. હાલ તેમની ડેડબોડીને તેમના ગામ લાવવામાં આવી છે.
3/5
રાકેશ દિયોરા પોતાના નિત્યક્રમ મુજબ ગઈકાલે બપોરના સમયે મેસ રૂમમાં ભોજન માટે ગયા હતો. જ્યાં અચાનક જ પ્લેન ક્રેશ થતા ભાવનગરના આ યુવાનનું મોત થયું હતું.
4/5
તબીબી વિદ્યાર્થી રાકેશ દિયોરાનો મૃતદેહ તેમના ગામમાં પહોંચતા પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો છે.
5/5
મૃતક ના મૃતદેહને સોસિયા ખાતે લાવવામાં આવ્યો હતો. સોસિયા ગામમાં અને પરિવારમાં ભારે શોક જોવા મળ્યો. કેન્દ્રીય મંત્રી,તળાજા ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Sponsored Links by Taboola