Bhavnagar Rain:ભાવનગરના મહુવા ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ,જુઓ તસવીરો
ભાવનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, વાવડી, રાળગોન, ઠાડચ, ઠળિયા, મોણપર, બગદાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.
મહુવા તાલુકામાં ચાર વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હાલ અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.
મગફળી, કપાસ, બાજરી, તલ, જુવાર સહિતના ચોમાસુ પાકમાં જો આ વર્ષે સારો વરસાદ થશે તો ખેડૂતોને ફાયદો થશે.
હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે.