Weather Update: ભાવનગરમાં વાતાવરણમાં પલટો, ભર ઉનાળે ચોમાસા જેવો પડ્યો વરસાદ

Bhavnagar Weather: ભાવનગરમાં અચાનક બદલાયું હવામાન, ઉનાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ.

બપોર પછી ગાજવીજ સાથે વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક, ખેડૂતોની ચિંતા વધી.

1/5
ભાવનગર શહેરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉનાળાના આકરા તાપ વચ્ચે બપોર પછી વાતાવરણમાં બદલાવ આવતા ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો હતો.
2/5
બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું.
3/5
ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. વાતાવરણમાં એવો અંધારિયો માહોલ છવાઈ ગયો હતો જે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળે છે.
4/5
આ કોમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે આ સમયે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની સંભાવના છે.
5/5
જો કે, બીજી તરફ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે.
Sponsored Links by Taboola