Bhavnagar: વરતેજ PGVCLની મનમાની સામે ગામલોકોએ ઢોલ નગારા સાથે કચેરીમાં કર્યો વિરોધ
ભાવનગર: ભાવનગર વરતેજ PGVCLની મનમાની સામે ગામ લોકોએ ઢોલ નગારા સાથે કચેરીમાં વિરોધ કર્યો હતો. છેલ્લા 15 દિવસથી વરતેજ અને આસપાસના ગામોમાં જ્યોતિગ્રામ તેમજ ખેતીવાડીની વીજળી 24 કલાકમાંથી માત્ર 12 કલાક જ મળી રહી છે અને તે પણ અનિયમિત મળે છે. જેના કારણે લોકોમાં રોષ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમયસર વીજ પુરવઠો નહીં મળતા વરતેજ ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. PGVCL અને વરતેજ GETCO ને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં સમયસર વીજ પુરવઠો નહીં મળતા આજે ગામ લોકો દ્વારા અનોખો વિરોધનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
ઘોર નિંદ્રાધીન PGVCLના અધિકારીઓને જગાડવા માટે 200થી વધારે ગામલોકો PGVCL કચેરી ખાતે રેલી સ્વરૂપ પહોંચ્યા હતા. સમયસર લાઈટ આપવા માટે માંગ કરી હતી.
ગામ લોકોનો આરોપ છે કે વરતેજ ગામમાં સૌથી મોટી GIDC આવેલી છે તેમાં 24 કલાક સમયસર લાઈટ મળે છે પરંતુ આસપાસના ગામોમાં અને વરતેજમાં 12 કલાક પણ લાઈટ મળતી નથી.
ગામલોકોએ ઢોલ નગારા સાથે પીજીવીસીએલની કચેરીનો ઘેરાવ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.