Bloomberg Billionaires Index: એશિયાના ટોપ-5 ધનકુબેરોમાં ટોચ પર બે ગુજરાતી
કોરોનાકાળમાં પણ ગુજરાતીઓ વેપાર ધંધામાં ડંકો વગાડી રહ્યા છે. બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં એશિયાના ટોપ-5 ધનાઢ્યોમાં ટોચના બે સ્થાને ગુજરાતી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી જૂથના ગૌતમ બીજા સ્થાને છે. ગૌતમ અદાણીએ બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં બીજા સ્થાને રહેલાં ચીની અબજોપતિ ઝોંગ શાનશાનને હટાવી બીજે સ્થાને પહોંચી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર એશિયામાં સૌથી વધુ ધનિક વ્યક્તિ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણી છે તેમની નેટવર્થ 76.3 બિલિયન ડોલર છે.
અદાણી ગ્રુપના સ્થાપક અને પ્રમોટર અબજોપતિ ગૌતમ અદાણીએ બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં બીજા સ્થાને છે. ગૌતમ અદાણીની નેટવર્થ 67.8 બિલિયન ડોલર છે. અદાણીની નેટવર્થ એક જ વર્ષમાં 33.8 બિલિયન વધીને 100 ટકા કરતાં પણ વધી હતી.
ઝોંગ ફેબ્રુઆરી સુધી એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ હતા પણ પછી તેમણે મુકેશ અંબાણી સામે સૌથી શ્રીમંત વ્યક્તિનું પદ ગુમાવી દીધું હતું. ઝોંગ શાનશાન-ચેરપર્સન, નોંગફૂ સ્પ્રિંગની નેટવર્થ 65.6 બિલિયન ડોલર છે.
ચોથા ક્રમે મા હુઆટેંગ છે. જે ટેનસેન્ટ ચેરમેન છે. તેમની નેટવર્થ 60.7 બિલિયન ડોલર છે.
પાંચમા ક્રમે અલીબાબા ગ્રુપના ચેરમેન જેક મા છે. તેમની નેટવર્થ 49.2 બિલિયન ડોલર છે.