8મું પગાર પંચ: જો રિપોર્ટ આવવામાં વિલંબ થાય, તો કયા લેવલના કર્મચારીને કેટલું એરિયર્સ મળશે? જાણો ગણતરી

1 જાન્યુઆરી, 2026 થી 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે, પરંતુ રિપોર્ટ મોડો આવે તો બાકીની રકમ (એરિયર્સ) વધી જશે. અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર મુજબ 18 પે લેવલનું પૂરું ગણિત સમજો.

1 જાન્યુઆરી, 2026 થી 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે, પરંતુ રિપોર્ટ મોડો આવે તો બાકીની રકમ (એરિયર્સ) વધી જશે. અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર મુજબ 18 પે લેવલનું પૂરું ગણિત સમજો.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ (8th Pay Commission) નો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. જો કે, નવું પગાર માળખું લાગુ થતાં જ તાત્કાલિક ધોરણે વધેલો પગાર કર્મચારીઓના ખાતામાં જમા થવો મુશ્કેલ છે, કારણ કે પંચને તેનો આખરી અહેવાલ તૈયાર કરીને સબમિટ કરવામાં અને ત્યારબાદ સરકારને તેને મંજૂરી આપી અમલમાં મૂકવામાં થોડા મહિનાઓનો સમય લાગી શકે છે. આ વચગાળાના સમયગાળા દરમિયાન જે પગાર વધારો મળવાપાત્ર થાય છે, તે પાછળથી એકસાથે 'એરિયર્સ' (બાકી રકમ) તરીકે ચૂકવવામાં આવશે. આથી, જો આ રિપોર્ટ ડિસેમ્બર 2026 કે તેના પછી આવે, તો કર્મચારીઓને મોટી રકમનું એરિયર્સ મળશે.

Sponsored Links by Taboola