8મા પગાર પંચના મોટા સમાચાર: શું કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર 18,000 થી ઉછળીને સીધો 46,000 રૂપિયા થઈ જશે?

નાણા મંત્રાલયે 8મા પગાર પંચ માટે 18 મહિનાની ડેડલાઈન નક્કી કરી છે ફિટમેન્ટ ફેક્ટરના આધારે લઘુત્તમ બેઝિક પગારમાં ઐતિહાસિક વધારો થવાની પૂરી શક્યતા.

નાણા મંત્રાલયે 8મા પગાર પંચ માટે 18 મહિનાની ડેડલાઈન નક્કી કરી છે ફિટમેન્ટ ફેક્ટરના આધારે લઘુત્તમ બેઝિક પગારમાં ઐતિહાસિક વધારો થવાની પૂરી શક્યતા.

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 2026 ના વર્ષની શરૂઆત આશાસ્પદ સમાચાર સાથે થઈ છે. નાણા મંત્રાલયે 8th Pay Commission (8મું પગાર પંચ) ને પોતાનો વિગતવાર રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. ભલે આ ફાઈનલ રિપોર્ટ 2027 ના મધ્યમાં આવે, પરંતુ એવી પ્રબળ શક્યતા છે કે પગાર વધારાનો આર્થિક લાભ 1 January 2026 થી જ પાછલી અસરથી લાગુ કરવામાં આવશે. જો કમિશન ફિટમેન્ટ ફેક્ટરની જૂની ફોર્મ્યુલા જાળવી રાખશે, તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) 18,000 રૂપિયાથી ઉછળીને સીધો 46,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

Sponsored Links by Taboola