૮મું પગાર પંચ: DA વગર પણ Level 1 થી 18 કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે, જાણો સંપૂર્ણ ગણતરી
કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ માટે મોટું અપડેટ જાન્યુઆરી 2026થી અમલની ગણતરી થશે ફિટમેન્ટ ફેક્ટર 2.46 મુજબ લેવલ-7ના પગારમાં ₹57,338 સુધીનો વધારો સંભવ.
Continues below advertisement
કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચ (8th Pay Commission) અંગે એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે.
Continues below advertisement
1/5
અહેવાલો અનુસાર, આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવી શકે છે. ભલે કમિશનની રચના કે સત્તાવાર સૂચનામાં વિલંબ થાય, પરંતુ પગારની ગણતરી આ તારીખથી જ માન્ય ગણાશે. સૌથી મોટો ફેરફાર એ છે કે નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં સમાવી લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
2/5
આ ફેરફારને કારણે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. અનુમાનિત 2.46 ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ, લેવલ-1 ના કર્મચારીઓનો હાલનો ન્યૂનતમ મૂળ પગાર ₹18,000 થી વધીને ₹44,000 સુધી પહોંચી શકે છે, જેમાં HRA (શહેર પ્રમાણે) ચોક્કસપણે ઉમેરવામાં આવશે.
3/5
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર સુધારણા માટેનું 8મું પગાર પંચ લાગુ કરવા માટે વર્ષ 2028 સુધી રાહ જોવી પડી શકે છે, જોકે તેની ગણતરી જાન્યુઆરી 2026 થી લાગુ થશે. આ પગાર પંચમાં પગાર ગણતરીનું મુખ્ય આધાર "ફિટમેન્ટ ફેક્ટર" હોય છે, જે એક ગુણક તરીકે વર્તમાન મૂળ પગારને ગુણીને નવો પગાર નક્કી કરે છે.
4/5
7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જેના કારણે ન્યૂનતમ મૂળ પગાર ₹7,000 થી વધીને ₹18,000 થયો હતો. 8મા પગાર પંચ માટે, વિવિધ અહેવાલોમાં 1.92 થી 2.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર સૂચવવામાં આવ્યા છે, પરંતુ 2.46 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાની શક્યતા વધુ છે.
5/5
આ વખતે મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં સમાવી લેવામાં આવે તેવી સંભાવના છે, જેના કારણે ફિટમેન્ટ ફેક્ટર ઊંચું (2.46) રાખવામાં આવશે. આ અંદાજ મુજબ, જો 2.46 ફિટમેન્ટ ફેક્ટર અને DA ને 0% ગણીએ તો, લેવલ-7 કર્મચારીનો વર્તમાન કુલ પગાર (અંદાજિત ₹83,065) વધીને સંભવિત ₹1,40,403 થઈ શકે છે. એટલે કે, લેવલ-7 કર્મચારીના કુલ પગારમાં ₹57,338 જેટલો મોટો વધારો થવાની શક્યતા છે. જોકે, આ ગણતરીઓ માત્ર અંદાજ છે અને સત્તાવાર સૂચના જારી થયા પછી જ ચોક્કસ માહિતી જાણી શકાશે.
Continues below advertisement
Published at : 04 Oct 2025 08:48 PM (IST)