PVC Aadhaar card: માત્ર 50 રૂપિયામાં બનાવો નવું PVC આધાર કાર્ડ, જાણો ઓનલાઈન પ્રોસેસ
PVC Aadhaar card : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) લોકોને PVC આધાર ઓનલાઈન ઓર્ડર કરવાની મંજૂરી આપે છે. UIDAI અનુસાર, PVC આધાર કાર્ડ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા માત્ર 50 રૂપિયાની ફી ચૂકવીને ઓર્ડર કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ પીવીસી કાર્ડ તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે જેના પર આધાર કાર્ડની માહિતી છાપવામાં આવે છે. આ કાર્ડ તમારા ATM અથવા ડેબિટ કાર્ડની જેમ તમારા વૉલેટમાં સરળતાથી ફિટ થઈ જશે. તે ઝડપથી બગડવાની ચિંતા રહેશે નહીં. અહીં અમે તમને PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરવાની ઓનલાઈન પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.
આ માટે તમારે UIDAIની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટ પર જાઓ, આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને OTP પર ક્લિક કરો.આ પછી, આપેલ ખાલી જગ્યામાં રજિસ્ટર્ડ મોબાઇલ પર પ્રાપ્ત OTP ભરો અને સબમિટ કરો.
આ પછી, અહીં તમારે 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે તમારી માહિતી અહીં જોશો. અહીં નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો. પછી તમારે નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPIના વિકલ્પો મળશે. આ પછી તમને પેમેન્ટ પેજ પર મોકલવામાં આવશે. તમારે અહીં 50 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. ચુકવણી પૂર્ણ કર્યા પછી, તમારા આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, UIDAI આધારને પ્રિન્ટ કરશે અને તેને 5 દિવસમાં ઈન્ડિયા પોસ્ટને સોંપશે. પછી પોસ્ટલ વિભાગ તેને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડશે.
જો તમે તેને ઓનલાઈન કરાવવા માંગતા નથી, તો તમે તેને ઓફલાઈન પણ કરાવી શકો છો. આ માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. ત્યાં જઈને તમે તમારું નવું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો.