Aadhaar Update: આ તારીખ સુધીમાં મફતમાં કરાવી શકશો આધાર અપટેડ, જાણો તેની સરળ પ્રક્રિયા?
Aadhaar Card Update: જો તમારું આધાર બનાવ્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તમે હજુ સુધી તેને અપડેટ કર્યું નથી, તો આ કામ જલ્દી પૂર્ણ કરો. UIDAI મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર જાહેર કરતી સંસ્થા UIDAI તમામ આધાર ધારકોને 10 વર્ષ બાદ આધાર અપડેટ કરવાની સલાહ આપે છે.
આધાર કાર્ડ ધારકો તેમની વિગતો જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, સરનામું, ઈમેલ આઈડી અપડેટ કરી શકે છે.
બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્ર પર જવું પડશે. લોકોમાં આધાર અપડેટને પ્રોત્સાહન આપવા માટે UIDAI 14મી ડિસેમ્બરે મફત આધાર અપડેટ સુવિધા આપી રહ્યું છે.
ધ્યાનમાં રાખો કે આ સુવિધા ઓનલાઈન અપડેટ કર્યા પછી જ મળશે. જો તમે તેને ઑફલાઇન અપડેટ કરશો તો તમારે તેના માટે ફી ચૂકવવી પડશે.
આ માટે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો. લોગિન કરો અને તમારું નામ, લિંગ, જન્મ તારીખ અપડેટ કરવા માટેના વિકલ્પ પર ક્લિક કરો. સરનામું બદલવા માટે ડેમોગ્રાફિક વિકલ્પ પસંદ કરો.આ પછી વિગતો અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. આ પછી તમારુ આધાર અપડેટ કરવા માટેનો Request Number (SRN) જનરેટ થશે. તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS મળશે.