આધાર કાર્ડમાં આટલી વસ્તુઓ મફતમાં અપડેટ કરાવી શકાય છે? માત્ર 5 દિવસ બચ્યા છે, પછી ચૂકવવો પડશે ચાર્જ
Aadhaar card changes without charge: તમને જણાવી દઈએ કે તમે 14 સપ્ટેમ્બર સુધી આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. આ તારીખ પછી તમારે આધાર અપડેટ કરાવવા માટે વધારાની ફી આપવી પડશે. જો તમે 10 વર્ષથી આધાર કાર્ડને અપડેટ નથી કર્યું તો તમારે તેને તરત જ અપડેટ કરી લેવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUIDAI આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ હોવા પર તેમાં સુધારો કરવાની સુવિધા આપે છે. આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની તક પણ મળે છે.
પરંતુ, શું તમે જાણો છો કે આધારમાં કઈ કઈ વસ્તુને મફત અપડેટ કરી શકો છો અને કઈ વસ્તુના સુધારા માટે તમારે પૈસા આપવા પડે છે. જો તમને ખબર નથી તો ચાલો તમને તેના વિશે જણાવીએ છીએ.
ભારતમાં આધાર કાર્ડ એક સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ.
ઘણા લોકોના મનમાં આ સવાલ હોય છે કે આધાર કાર્ડમાં કયા કયા સુધારાઓ મફતમાં અપડેટ કરાવી શકાય છે. તો તમને જણાવી દઈએ કે એવો કોઈ પણ સુધારો નથી જે મફતમાં અપડેટ થઈ જાય.