આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર ઓપરેટર વધારે પૈસા માંગે, તો અહીં કરો ફરિયાદ
જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ અને આધાર કાર્ડ. આ બધામાં જે સૌથી વધુ વપરાય છે તે છે આધાર કાર્ડ. ભારતમાં લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ મોજૂદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર કાર્ડ બનાવતી વખતે ઘણી વાર લોકોની ખોટી માહિતી નોંધાઈ જાય છે. જેના કારણે તેમને આગળ જતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ UIDAI આધાર કાર્ડમાં ફેરફાર કરાવવાની તક આપે છે.
આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરાવવા માટે તમે આધાર સેન્ટર જઈ શકો છો. ત્યાં આધાર અપડેટ કરાવવા માટે તમારે એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. ત્યારબાદ તમે ત્યાં જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો.
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે આધાર કાર્ડ સેન્ટરમાં 50 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. ત્યારબાદ તમે કોઈપણ માહિતી અપડેટ કરાવી શકો છો, જેમાં બાયોમેટ્રિક માહિતી પણ સામેલ છે.
પરંતુ કેટલાક પ્રસંગોએ જોવા મળ્યું છે કે આધાર કાર્ડ સેન્ટર પર આધાર કાર્ડ ઓપરેટર લોકો પાસેથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વધારે પૈસાની માંગણી કરે છે. જો તમારી સાથે કોઈ આવું કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
આ માટે તમે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને આધાર કાર્ડ સેન્ટર પર હાજર આધાર કાર્ડ ઓપરેટરની ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે help@uidai.gov.in પર મેઇલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.