Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Aadhar Card: આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી તમે તમારું કામ સરળતાથી કરી શકો. તમે તમારો મોબાઈલ નંબર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોબાઈલ નંબરને આધારમાં લિંક કરવા માટે તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો.
આધારમાં મોબાઈલ નંબરને ઓનલાઈન અપડેટ કરવા માટે તમે UIDAIની વેબસાઈટ https://uidai.gov.in/ પર જઈને તેને અપડેટ કરી શકો છો.
જો તમે આધારમાં ઑફલાઇનમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો તો તમે નજીકના આધાર સેવા કેન્દ્ર (ASC) પર જઈ શકો છો.
ધ્યાનમાં રાખો કે તમે ફક્ત તે જ મોબાઇલ નંબરને અપડેટ કરી શકો છો જે તમારા નામે નોંધાયેલ છે.
આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.
વધુ માહિતી માટે તમે આધાર હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરી શકો છો. આ ઉપરાંત તમે (UIDAI) ની વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો.