LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
જીવન વીમા પોલિસીધારકો આ પ્લેટફોર્મની મદદથી સરળતાથી પોતાની સરેન્ડર વેલ્યુ મેળવી શકશે. જણાવી દઈએ કે એસેસો એન્ડોમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ALIP એલઆઈસી પોલિસીધારકોને મહત્તમ મૂલ્ય અને લાભ પૂરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત, ALIP સરેન્ડર વેલ્યુના વિચારથી આગળ વધીને કોઈ પોલિસીધારકનું અકસ્માતમાં મૃત્યુ થવાના કે પ્રીમિયમ લેપ્સ થવાના કિસ્સામાં તેમના નોમિનીઓને એસાઇનમેન્ટની તારીખથી લઈને મેચ્યોરિટી તારીખ સુધી વર્ષવાર લાઇફ કવરેજ લાભો આપે છે. આ બધું એક સ્વતંત્ર એસપીવી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે, જેનું સંચાલન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં નોંધાયેલી કંપની દ્વારા કરવામાં આવે છે.
એન્ડોમેન્ટ પોલિસીઓ તેની તમામ પોલિસી ઇશ્યુ કરવામાં મહત્વપૂર્ણ 80 ટકાનો ફાળો આપે છે, જે ઇન્શ્યોરન્સ લેન્ડસ્કેપમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, તેમાંથી 50 ટકા પોલિસીઓ મેચ્યોરિટી પહેલાં સરેન્ડર કરી દેવામાં આવે છે અથવા તો લેપ્સ થઈ જાય છે.
ALIP LIC વીમો લેનારા લોકોને તેમની પોલિસીઓને સમય પહેલાં સરેન્ડર કરવા માટે એક સરળ વિકલ્પ આપે છે, જેના દ્વારા એ સુનિશ્ચિત કરી શકાશે કે તેઓ પોતાના ભવિષ્યના લાઇફ કવરેજની સુરક્ષા કરતાં કરતાં પણ પોતાની ઇન્શ્યોરન્સ પોલિસી વેલ્યુને અનલૉક કરી શકે.
ALIPની મદદથી વીમાધારકો ઝડપી પ્રક્રિયા હેઠળ ઓછા સમયમાં પોતાનું પેમેન્ટ મેળવી શકશે. ALIP હેઠળ તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે 48 કલાકમાં ચુકવણી કરવામાં આવશે.
આ ઉપરાંત દસ્તાવેજીકરણ અને KYC પ્રક્રિયા જલદીથી જલદી ઓનલાઇન પૂર્ણ કરવામાં આવે છે, જેથી પોલિસીધારક અને તેમના LIC એજન્ટ બંનેને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.