ATM પર થઇ રહી છે નવી છેતરપિંડી, કાર્ડ ફસાઇ જાય તો થઇ જાવ સાવધાન
ATM Card Security Tips: ઘણી વખત લોકો ATM કાર્ડનો ઉપયોગ કરવા ATMમાં જાય છે. તો કેટલાક લોકો છેતરપિંડી કરવાના ઈરાદે ત્યાં હાજર હોય છે. આવો જાણીએ આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સમય હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે બેન્કમાં જવું પડતું હતું. લાઇનમાં ઊભા રહેવું પડતું હતું પણ હવે એવું નથી. હવે લોકો ATMની મદદથી પૈસા ઉપાડે છે.
પરંતુ ઘણી વખત એટીએમ ફ્રોડના કેસ આવતા રહે છે. આવી જ એક છેતરપિંડી આજકાલ લોકો સાથે થઈ રહી છે. આ છેતરપિંડીમાં જ્યારે લોકો કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કાર્ડ એટીએમ મશીનમાં જ ફસાઈ જાય છે.
આવી પરિસ્થિતિઓમાં છેતરપિંડી કરનારાઓ તમને મદદ કરવાના ખોટા દાવા કરે છે. અને તમારી બેન્કમાં જઈને ફરિયાદ કરવાનું સૂચન કરે છે. પરંતુ જેમ જ તમે એટીએમમાંથી બહાર નીકળો છો. છેતરપિંડી કરનારાઓ તમારું ATM બહાર કાઢી લે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.
જો તમે ATMમાંથી પૈસા ઉપાડવા ગયા હોવ અને તમારું ATM કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હોય. તો આવા લોકોના ભરોસે તમારુ કાર્ડ મશીનમાં છોડીને બહાર ન નીકળવું જોઈએ.
જો તમને લાગે કે તમારું એટીએમ કાર્ડ મશીનમાંથી બહાર આવી શકતું નથી. જો તે તેમાં ફસાઇ જાય ત્યારે પહેલા તેને બ્લોક કરી દો. આ માટે જો તમે ઇચ્છો તો તમે તમારી બેન્કની એપનો ઉપયોગ કરી શકો છો અથવા તમે કસ્ટમર કેરમાં ફોન કરીને કાર્ડને બ્લોક કરાવી શકો છો.
જો તમારું કાર્ડ બ્લોક થઈ જશે તો એટીએમમાં હાજર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકશે નહીં.