ATM કાર્ડ થઇ ગયું છે બ્લોક, તો અનબ્લોક કરવા અપનાવો આ ટિપ્સ
ATM Card Unblocking: રોકડની જરૂર છે અને એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયું છે તો ચિંતા કરશો નહીં, અમે તમને કેટલીક સરળ રીતો ચોક્કસ જણાવીશું જેના દ્વારા તમારું ATM કાર્ડ કોઈપણ મુશ્કેલી વિના અનબ્લોક થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં લગભગ તમામ બેન્કો તેમના ગ્રાહકોને ATM સુવિધા પૂરી પાડે છે. એટીએમનો ઉપયોગ કરતી વખતે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
જો કોઈ વ્યક્તિ એટીએમ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સતત 3 વખત ખોટો પિન દાખલ કરે છે. જેથી તેનું એટીએમ કાર્ડ 24 કલાક માટે બ્લોક થઈ જાય છે.
તેથી ઘણી વખત લોકો ભૂલથી તેમના ATM કાર્ડ બ્લોક કરી દે છે. એકવાર તમારું ATM કાર્ડ બ્લોક થઈ જાય પછી તમે ન તો તેનો ઓનલાઈન ઉપયોગ કરી શકો છો અને ન તો તેની સાથે કોઈ ટ્રાન્જેક્શન કરી શકો છો.
ATM કાર્ડને અનબ્લોક કરવા માટે તમારે તમારી બેન્કના કસ્ટમર અધિકારીને કૉલ કરવો પડશે અને તેને સમગ્ર પરિસ્થિતિ જણાવવી પડશે. આ પછી તે તમારી પાસે કેટલીક માહિતી માંગે છે અને માહિતી સાચી હોય તો તમારું ATM કાર્ડ અનબ્લોક કરી દેવામાં આવે છે.
કેટલીકવાર સુરક્ષા કારણોસર કસ્ટમર કેર અધિકારી તમારા ATM કાર્ડને અનબ્લોક કરતા નથી. આ માટે તમારે તમારી બ્રાન્ચમાં જવું પડશે.
તમારે બ્રાન્ચમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે તમારે તમારા ઓળખ પત્રની નકલ અને સરનામાનો પુરાવો જોડવો પડશે અને તેને સબમિટ કરવો પડશે. તો જ તમારું ATM કાર્ડ અનબ્લોક થઈ જશે.