ATM માંથી પૈસા ઉપડતા લોકો માટે જરુરી સમાચાર, આજથી થયો આ મોટો બદલાવ, ખર્ચ કરવા પડેશે વધુ પૈસા!
ATM Transaction Charges: જો તમે પણ નવા વર્ષમાં ATMમાંથી રોકડ ઉપાડવા જઈ રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. હવેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. RBIએ આ અંગે માહિતી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરબીઆઈ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ બેંકોએ 1 જાન્યુઆરી 2022થી એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો છે.
ગયા વર્ષે જૂન મહિનામાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ATM સર્વિસ ચાર્જ પર ફી વધારવાની મંજૂરી આપી હતી.
હવે બેંકોના ગ્રાહકોએ બેંક એટીએમમાંથી ફ્રી ઉપાડની મર્યાદાથી વધુના વ્યવહારો માટે દર મહિને આ ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે હવેથી તમારે 21 રૂપિયા વધુ GST ચૂકવવા પડશે. પહેલા બેંક આ માટે તમારી પાસેથી 20 રૂપિયા લેતી હતી.
બેંક ગ્રાહકોને 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. આમાં તમામ નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે. તે જ સમયે, મેટ્રોમાં, ગ્રાહકોને અન્ય બેંકોના એટીએમમાંથી 3 ટ્રાન્ઝેક્શન ફ્રી મળે છે.
અગાઉ, એટીએમ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફીનું માળખું છેલ્લે ઓગસ્ટ 2012માં બદલાયું હતું, જ્યારે ગ્રાહકો દ્વારા ચૂકવવાપાત્ર ચાર્જમાં છેલ્લે ઓગસ્ટ 2014માં સુધારો કરવામાં આવ્યો હતો.