11 મહિનાના ભાડા કરારવાળી પોસ્ટ વાયરલ, જાણો કેમ માત્ર 11 મહિનાનો જ કરાર કરવામાં આવે છે
અભ્યાસ કે નોકરીના સંદર્ભમાં લાખો લોકો પોતાના ઘરથી દૂર કોઈ અન્ય શહેરમાં રહે છે. આવા લોકો મોટેભાગે ભાડે રહે છે, કારણ કે દરેક વ્યક્તિ વારંવાર પોતાનું ઘર બનાવી કે ખરીદી શકતો નથી. તમે પણ જરૂર ક્યારેક ભાડે રહ્યા હશો અથવા હજુ પણ રહી રહ્યા હશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પણ તમે ઘર ભાડે લો છો, ત્યારે ભાડા કરાર બનાવવો પડે છે. આમાં ભાડૂઆત અને મકાન માલિકનું નામ અને સરનામું, ભાડાની રકમ, ભાડાની અવધિ સહિત તમામ વસ્તુઓ અને અન્ય શરતો લખેલી હોય છે.
ભાડા કરાર એક પ્રકારનો લીઝ કરાર જ છે. મોટાભાગના ભાડા કરાર 11 મહિના માટે બનાવવામાં આવે છે. તમે પણ ભાડે રહેવા માટે 11 મહિનાનો કરાર બનાવ્યો હશે, પરંતુ શું ક્યારેય તમે વિચાર્યું છે કે કરાર 11 મહિનાનો જ કેમ બને છે?
વાસ્તવમાં 11 મહિનાનો ભાડા કરાર બનાવવા પાછળનું એક કારણ છે રજિસ્ટ્રેશન એક્ટ, 1908. રજિસ્ટ્રેશન એક્ટ, 1908ની કલમ 17ની શરતો અનુસાર, એક વર્ષથી ઓછી અવધિ હોય તો લીઝ કરાર નોંધણી કરાવવી ફરજિયાત નથી.
આનો અર્થ એ છે કે 12 મહિનાથી ઓછા સમયના ભાડા કરાર નોંધણી વગર બનાવી શકાય છે. આ વિકલ્પ મકાન માલિકો અને ભાડૂઆતોને સબ રજિસ્ટ્રાર કચેરીએ જઈને દસ્તાવેજો નોંધાવવા અને નોંધણી ચાર્જ ભરવાની પ્રક્રિયામાંથી બચાવે છે.
ભાડા ઉપરાંત નોંધણી કરાવવા જેવી અન્ય કાનૂની પ્રક્રિયાઓમાં થતા ખર્ચ અને દોડધામથી બચવા માટે 11 મહિનાનો ભાડા કરાર બનાવવાનો ટ્રેન્ડ લોકપ્રિય છે.