Bank Holiday in June 2024: જૂનમાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, અહી જુઓ આખુ લિસ્ટ
Bank Holiday: જૂન, 2024માં બેન્કોમાં ઘણી રજાઓ છે. અમે તમને આવતા મહિનાની બેન્ક રજાઓની સંપૂર્ણ યાદી વિશે માહિતી આપી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમે મહિનો પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કે જૂન 2024 માટે બેન્ક રજાઓની યાદી અપડેટ કરી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના હોલિડે લિસ્ટ મુજબ આવતા મહિને બેન્કોમાં 10 દિવસની રજા રહેશે. આમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે.
2 જૂને રવિવારના કારણે બેન્કો બંધ રહેશે. આ સિવાય બીજો શનિવાર અને રવિવાર હોવાના કારણે 8 અને 9 જૂને બેન્કોમાં રજા રહેશે.
15 જૂનના રોજ YMA ડે અને રાજા સંક્રાંતિના કારણે આઈઝોલ અને ભૂવનેશ્વરમાં બેન્કોમાં રજા રહેશે. 16 જૂને રવિવારના કારણે બેન્કોમાં રજા રહેશે. 17મી જૂને બકરી ઇદને કારણે લગભગ સમગ્ર દેશમાં બેન્કો બંધ રહેશે.
બકરીદના કારણે 18 જૂને જમ્મુ અને શ્રીનગરની બેન્કોમાં રજા રહેશે. 22મી જૂને ચોથો શનિવાર હોવાથી દેશભરમાં બેન્કો બંધ રહેશે.
23મી જૂન અને 30મી જૂને રવિવારના કારણે બેન્કોમાં કોઈ કામકાજ થશે નહીં.