Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Bank Jobs 2024: બેન્કમાં ઓફિસરના પદ પર નોકરી અને 1,50,000 પગાર, નજીક આવી રહી છે અરજી કરવાની અંતિમ તારીખ
Government Jobs: IDBI બેન્કમાં SO ની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. છેલ્લી તારીખ આવી રહી છે, જો તમે હજુ સુધી અરજી કરી નથી તો અત્યારે જ અરજી કરી દો. તમને આ તક ફરી નહીં મળે. વિગતો અહીં આપવામાં આવી છે. થોડા સમય પહેલા IDBI બેન્કે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટેની અરજીઓ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે ઉમેદવારો લાયકાત ધરાવતા અને રસ ધરાવતા હોવા છતાં કોઈ કારણસર આજ સુધી અરજી કરી શક્યા નથી તેઓએ તાત્કાલિક ફોર્મ ભરવું જોઈએ. તેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2024 છે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 56 સ્પેશ્યાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ગ્રેડ સી અને મેનેજર ગ્રેડ બીની છે.
અરજી કરવાની પાત્રતા અને વય મર્યાદા પોસ્ટ પ્રમાણે બદલાય છે. વિગતો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી નોટિસને તપાસવું વધુ સારું રહેશે.
અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે રિઝર્વ કેટેગરીની ફી 200 રૂપિયા છે.
જો પસંદ કરવામાં આવે તો પગાર પણ પોસ્ટ પ્રમાણે જ મળે છે. આ દર મહિને 1.5 લાખ રૂપિયા સુધી છે. ગ્રેડ B પોસ્ટનો મહત્તમ પગાર 1,19,000 રૂપિયા સુધીનો છે.
આ વિશે કોઈપણ અપડેટ અથવા વિગતો જાણવા માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો. અહીંથી તમે તમામ અપડેટ્સ જાણી શકશો.