BSNL Plan : BSNLનો ખૂબ જ શાનદાર પ્લાન, 320GB ડેટા સાથે 5 મહિનાની વેલિડિટી, જાણો
ખાનગી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરતા લોકો બીએસએનલ તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ગ્રાહકો તેમના નંબર સરકારી ટેલિકોમ કંપની BSNLમાં પોર્ટ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે BSNL ખૂબ જ સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. આ શ્રેણીમાં, BSNL એ 5 મહિનાની વેલિડિટી સાથેનો એક નવો અને ખૂબ જ સસ્તો રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે, જે અન્ય ટેલિકોમ કંપનીઓ કરતાં ઘણો સસ્તો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાનને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકે 997 રૂપિયા ખર્ચવા પડશે. આમાં ગ્રાહકને 160 દિવસ અથવા લગભગ 5 મહિનાની વેલિડિટી મળે છે. આ સિવાય દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળશે, જે 160 દિવસમાં કુલ 320GB ડેટા હશે. દૈનિક 100 મફત SMS અને અમર્યાદિત વૉઇસ કૉલિંગ સુવિધા ઉપલબ્ધ છે.
BSNLના 997 રૂપિયાના આ શાનદાર રિચાર્જ પ્લાનમાં ગ્રાહકને ઓલ ઈન્ડિયા ફ્રી રોમિંગ, ઝિંગ મ્યુઝિક, BSNL ટ્યુન્સ, હાર્ડી ગેમ્સ, ચેલેન્જર એરેના ગેમ્સ અને ગેમઓન એસ્ટ્રોટેલ જેવી ઘણી સેવાઓ મળે છે.
BSNL નો નવો રૂ. 997 રિચાર્જ પ્લાન એ ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ લાંબી વેલિડિટી અને સસ્તા ડેટા અને કૉલિંગ સેવાઓ ઇચ્છે છે.
આ પ્લાનામાં યૂઝર્સને લાંબી વેલિડિટી મળશે અને ડેટાનો પણ લાભ મળશે. બીજી કંપનીઓની સરખામણીમાં BSNLનો આ પ્લાન બેસ્ટ છે.
BSNL ખૂબ જ સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ સિવાય પણ કંપની પાસે ઘણા સસ્તા રિચાર્જ છે તમે તેનો લાભ લઈ શકો છો.
BSNL 5G સેવાઓ પણ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે તેના વપરાશકર્તાઓ માટે ઝડપી કનેક્ટિવિટી અને સારી સેવા ગુણવત્તાનું વચન આપે છે.