Budget 2022: તારીખ, સમયથી લઈને ક્યાં અને કેવી રીતે લાઈવ બજેટ જોવું, જાણો કેન્દ્રીય બજેટ સંબંધિત તમામ માહિતી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સામાન્ય બજેટ આગામી નાણાકીય વર્ષમાં સરકારની આર્થિક નીતિઓની દિશા નક્કી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય બજેટ 2022નું ડીડી ન્યૂઝ અને સંસદ ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમની પાસે ટીવીની સુવિધા નથી તેઓ સરકારના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર બજેટનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે છે.
સરકાર દર વર્ષે સંસદમાં બજેટ સત્રનું આયોજન કરે છે. આ બજેટ સત્રમાં દેશના આર્થિક વિકાસ અને અર્થવ્યવસ્થાને લગતા વિવિધ નિર્ણયો લેવામાં આવે છે. નાણામંત્રી આ બજેટ સત્રમાં જ આગામી નાણાકીય વર્ષ માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરે છે.
ગત વર્ષની જેમ આ વખતે પણ સરકાર પેપરલેસ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બીજી વખત હશે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કાગળ વિના બજેટ ભાષણ વાંચશે. 2021માં પણ સરકારે બજેટના દસ્તાવેજો છાપ્યા નથી.
2021માં, સરકારે પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યું. તે સમયે સરકારે સંસદના સભ્યો અને સામાન્ય જનતાને બજેટ દસ્તાવેજોની ઍક્સેસ પ્રદાન કરવા માટે યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી હતી. 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ, જ્યારે નાણા પ્રધાન તેમનું બજેટ ભાષણ પૂર્ણ કરશે, ત્યારે બજેટ દસ્તાવેજો આ મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે. આ મોબાઈલ એપ હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે. તે Anroid અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
કેન્દ્રીય બજેટ 2022-23 એ નરેન્દ્ર મોદી સરકારની બીજી ઇનિંગમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચોથું બજેટ છે.