Budget 2023: નાણામંત્રીએ બજેટ પહેલા પુરી કરી 'હલવા સેરેમની', બજેટના ડોક્યૂમેન્ટ છાપવાનું કાઉન્ટડાઉન થશે શરૂ
Budget 2023 Halwa Ceremony: કેન્દ્રીય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને બતાવતી પરંપરાગત 'હલવા સેરેમની' આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં યોજાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે બજેટ પ્રેસના સભ્યો પણ હાજર હતા.
નાણા મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં સ્થિત નાણા મંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધાને હલવો વહેંચવામાં આવ્યો હતો.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 2 નાણાકીય વર્ષની જેમ 2023-24નું બજેટ પણ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે.
અગાઉ આ સમારોહથી બજેટની પ્રિન્ટીંગની કામગીરી શરૂ થતી હતી. જોકે, કોવિડ-19 મહામારીને કારણે 2021-22નું બજેટ ડિજિટલ સ્વરૂપમાં હતું. આઝાદી પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે બજેટને કાગળના દસ્તાવેજનું સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું અને તેને છાપવામાં આવ્યું ન હતું. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કરશે.
નાણામંત્રીનું બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ દસ્તાવેજ 'યુનિયન બજેટ મોબાઈલ એપ' પર ઉપલબ્ધ થશે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ ઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
જણાવી દઈએ કે ભારતમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મોઢું મીઠુ કરવાની પરંપરા છે. તેવી જ રીતે બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી હલવા સેરેમની કરે છે. વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરીને મોં મીઠા કરાવવામાં આવે છે.
ગયા વર્ષે કોવિડને કારણે હલવો સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ આ વર્ષે હલવો સેરેમની 26 જાન્યુઆરી એટલે કે ગુરુવારે યોજાઈ.