Aadhaar Card: દસ્તાવેજ વગર શું આધારકાર્ડ અપડેટ કરી શકો, જાણો
તમે કોઈપણ દસ્તાવેજ વગર પણ તમારું આધાર અપડેટ કરાવી શકશો. આ માટે તમારે ફક્ત તમારા 'પરિવારના વડા'ની મંજૂરીની જરૂર પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'હેડ ઓફ ફેમિલી' આધારિત આધાર અપડેટ પ્રક્રિયા તે લોકો માટે ખૂબ જ મદદરૂપ છે જેમની પાસે પોતાના દસ્તાવેજ નથી. તે લોકો તેમના પરિવારના વડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આધારમાં દાખલ કરેલી માહિતી સરળતાથી અપડેટ કરી શકે છે. બાળકો, પત્ની/પતિ, માતા-પિતા જેવા લોકોને તેનો લાભ મળી શકે છે.
ઘણી વખત બાળકો પાસે આધાર સિવાય અન્ય કોઈ દસ્તાવેજ નથી હોતા. આવી સ્થિતિમાં, તે તેના માતાપિતાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાનું આધાર અપડેટ કરાવી શકે છે.
આ બાબતે માહિતી આપતા UIDAIએ કહ્યું છે કે જો તમે 'હેડ ઓફ ફેમિલી'ના દસ્તાવેજો દ્વારા તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારે તે વ્યક્તિ સાથે તમારા સંબંધને સાબિત કરવું પડશે. આ માટે તમારે રેશન કાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં તમારા ઘરના વડાનું નામ નોંધાયેલ છે.
કુટુંબના વડાના દસ્તાવેજોની મદદથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે, સૌ પ્રથમ માય આધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો. આ પોર્ટલ પર જાઓ અને આધાર અપડેટની પ્રક્રિયા પસંદ કરો.
અપડેટ માટે 'હેડ ઓફ ફેમિલી'નો આધાર નંબર દાખલ કરો. આ પછી તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે.
આ પછી એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી, તમારા HOF ની મંજૂરી સાથે તમારું આધાર અપડેટ કરવામાં આવશે.