Cash Withdrawal: ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો શું કરવું જોઇએ?
ATM Cash Withdrawal: ઘણીવાર લોકો એટીએમમાંથી ફાટેલી નોટ બહાર આવે ત્યારે ચિંતામાં પડી જાય છે, આવી સ્થિતિમાં તેઓને ખબર નથી હોતી કે આ નોટ કેવી રીતે બદલવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોકડ ઉપાડવા માટે લોકો બેન્કોમાં ઓછા અને એટીએમમાં વધુ જાય છે, કારણ કે રોકડ ઉપાડવી ખૂબ જ સરળ છે.
હવે ઘણી વખત લોકોને એટીએમમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ઘણા લોકોના પૈસા કપાઈ જાય છે અને રોકડ બહાર આવતી નથી.
જ્યારે કેટલાક લોકો રોકડ ઉપાડે છે ત્યારે મશીનમાંથી કેટલીક ફાટેલી નોટો પણ બહાર આવે છે, આવી સ્થિતિમાં તેઓ ચિંતામાં પડી જાય છે કે શું કરવું.
જો તમારી સાથે ક્યારેય આવું થાય અને તમને ફાટેલી નોટો મળે તો તમારે સૌથી પહેલા એટીએમમાં લાગેલા કેમેરામાં આ નોટો બતાવવાની છે.
એટીએમમાંથી બહાર આવ્યા પછી તમારે તે બેન્કમાં જવું પડશે જેનું એટીએમ હતું. તમારે એટીએમમાંથી નીકળેલી સ્લિપ અથવા મોબાઈલ પર મળેલો મેસેજ બતાવવો પડશે.
આ પછી તમે એપ્લિકેશન લખીને ફાટેલી નોટ બદલી શકો છો. રિઝર્વ બેન્ક દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી નોટો બદલવાની જવાબદારી એટીએમ ધરાવતી બેન્કની છે.