Cisco Layoffs: સિસ્કો 6,000 કર્મચારીઓની છટણી કરશે, આ કારણે કંપનીએ આ નિર્ણય લીધો
મની કંટ્રોલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર કંપની તેના વર્કફોર્સમાં 7 ટકાનો ઘટાડો કરી શકે છે. કંપનીએ આ માહિતી યુએસ એક્સચેન્જને આપી છે. આ છટણીની અસર તેના 6,000 કર્મચારીઓ પર પડી શકે છે. આ વર્ષે આ બીજો વખત છે, જ્યારે કંપનીએ છટણીની જાહેરાત કરી છે. આ પહેલા ફેબ્રુઆરી 2024માં કંપનીએ 4,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ કંપનીના વર્કફોર્સનો 5 ટકા હિસ્સો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે સિસ્કો આ કાપ દ્વારા તેના ખર્ચને ઘટાડીને તેનું ધ્યાન સાયબર સુરક્ષા અને AI પર કેન્દ્રિત કરવા માંગે છે. અમેરિકામાં એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પગલાંથી કંપનીને ખર્ચમાં 1 અબજ ડોલરનો ઘટાડો કરવામાં મદદ મળી શકે છે.
કંપની આનાથી AI અને સાયબર સિક્યોરિટી પર ખર્ચ વધારશે. સિસ્કોને આશા છે કે આ નિર્ણય પછી નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક સુધીમાં કંપની 700થી 800 મિલિયન ડોલર બચાવવામાં સફળ રહેશે. જ્યારે બાકીની રકમ વર્ષના અંત સુધીમાં બચાવવાનો લક્ષ્યાંક છે.
સિસ્કોએ જૂન 2024માં AI સ્ટાર્ટઅપ કંપનીઓ Cohere, Mistral અને Scaleમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કંપની આ ત્રણેય સ્ટાર્ટઅપ્સમાં 1 અબજ ડોલરનું રોકાણ કરવાની છે. આ ઉપરાંત કંપની Nvidia સાથે મળીને AI પર કામ કરવાની છે.
સિસ્કો પહેલા Intelએ પણ 15,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. તેના પહેલા Dellએ પણ 12,500 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી હતી. વર્ષ 2024માં દિગ્ગજ કંપનીઓમાં છટણીનો સિલસિલો ચાલુ છે. Microsoft, Amazon, Google જેવી મોટી કંપનીઓએ તાજેતરના કેટલાક મહિનાઓમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.