Consumer Helpline: જો દુકાનદાર MRP કરતા વધારે કિંમતે સામાન વેચતો હોય તો અહીં કરો ફરિયાદ, તરત જ થશે કાર્યવાહી
સામાન્ય રીતે આ ચર્ચા માલની ગુણવત્તા, તેને પરત કરવા અથવા નિયત કિંમત કરતાં વધુ વસૂલવાની હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણી વખત દુકાન માલિક ઠંડા પીણા કે તેના જેવી વસ્તુઓ પર રૂ. 5 કે 10 વધારાનો ચાર્જ લે છે, પરંતુ જ્યારે પૂછવામાં આવે તો તેને ફ્રીજ ચાર્જ તરીકે ગણાવે છે.
જો તમારી સાથે ક્યારેય આવું થાય, તો તમારે તરત જ તેનો વિરોધ કરવો જોઈએ અને જો તમે સંમત ન હોવ તો, દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ કરો.
જો તમને MRP કરતા વધારે કિંમતે કોઈ વસ્તુ આપવામાં આવી રહી છે, તો તમે ગ્રાહક હેલ્પલાઈનના વોટ્સએપ નંબર 8800001915 અને ટોલ ફ્રી નંબર 1915 પર તેની ફરિયાદ કરી શકો છો.
તમારે તરત જ દુકાનદારને જાણ કરવી જોઈએ કે તમે ગ્રાહક હેલ્પલાઈનમાં તેના વિશે ફરિયાદ કરી રહ્યાં છો, ઘણા દુકાનદારો તમને તરત જ MRP પર સામાન આપશે.
ફરિયાદ બાદ આરોપી દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસ બાદ દંડ પણ થઈ શકે છે.