વિશ્વમાં રહેવા માટે આ 10 શહેરો છે સૌથી મોંઘા, ટોપ-5માં એશિયા-યુરોપનો દબદબો
New York: ECA એ વર્ષ 2023 દરમિયાન રહેવા માટે વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદી તૈયાર કરી છે. આમાં સૌથી ઉપર અમેરિકાનું ન્યુયોર્ક છે. ગયા વર્ષે તે બીજા સ્થાને હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોંગકોંગઃ વર્ષોથી હોંગકોંગ વિશ્વનું સૌથી મોંઘું શહેર રહ્યું છે, પરંતુ આ વખતે તે બીજા સ્થાને આવી ગયું છે.
જીનીવાઃ આ યાદીમાં ત્રીજું સ્થાન સ્વિત્ઝરલેન્ડના જીનીવા શહેરનું છે.
લંડનઃ બ્રિટનની રાજધાની રહેવા માટે વિશ્વનું ચોથું સૌથી મોંઘું શહેર છે.
સિંગાપોરઃ હોંગકોંગ ઉપરાંત ટોપ-5માં બીજું એશિયન શહેર સિંગાપુર છે, જે પાંચમા સ્થાને છે.
ઝ્યુરિચઃ ટોપ-10માં ઝ્યુરિચ શહેરનો પણ સમાવેશ થાય છે અને તે વિશ્વનું છઠ્ઠું સૌથી મોંઘું શહેર છે.
સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો આ વર્ષે યાદીમાં સાતમા સ્થાને છે. ગયા વર્ષે તે 11મા સ્થાને હતું.
તેલ અવીવઃ ઈઝરાયેલનું તેલ અવીવ ગયા વર્ષે છઠ્ઠા સ્થાને હતું, પરંતુ આ વખતે તે આઠમા સ્થાને રહ્યું છે.
સિયોલઃ સાઉથ કોરિયાની રાજધાની સિઓલ પણ ખૂબ મોંઘી છે અને તે યાદીમાં 9મા ક્રમે છે.
ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યો આ યાદીમાં 10મા સ્થાને છે, જે સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર પણ છે.