UPIથી કેવી રીતે એક્ટિવ કરી શકશો તમારુ ક્રેડિટ કાર્ડ, જાણો તેની પ્રોસેસ?
Credit Card On Upi: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI હવે તમામ UPI યુઝર્સને ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે ભારતમાં લોકોએ પેમેન્ટ કરવાનું હશે તો તેઓ તરત જ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા કરે છે એટલે કે UPI. UPI ભારતમાં વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી કરોડો લોકો UPI નો ઉપયોગ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે દર વર્ષે તેનો ઉપયોગ વધતો જાય છે. હવે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા લોકોને બીજી સુવિધા આપવામાં આવી રહી છે. એટલે કે UPI દ્વારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો. બેન્કમાં પૈસા નથી અને તેમણે ક્યાંક પેમેન્ટ કરવું હોય અથવા તો કાંઇક ખરીદવું હોય તો તેઓ તેનો ઉપયોગ કરી શકે છે
તેમ છતાં તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને UPI દ્વારા ચુકવણી કરી શકે છે. આ સેવા લગભગ તમામ મોટી બેન્કોના RuPay ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ છે. UPI પર તમારું ક્રેડિટ કાર્ડ કેવી રીતે એક્ટિવેટ કરવું, આ માટેની પ્રક્રિયા શું છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI હવે બધા UPI યુઝર્સને RuPay ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા પૂરી પાડે છે. આમાં, તમે ફોન પે, Google Pay અને Paytm જેવી અન્ય પેમેન્ટ એપ પર તમારું RuPay ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરી શકો છો.
આ માટે તમારે તમારી UPI પેમેન્ટ એપ ઓપન કરવી પડશે. જો તમે PhonePe પર એડ કરવા માંગો છો. તો તેમાં તમે ડાબી બાજુના સેટિંગ્સ મેનુ પર જાવ. આ પછી તમારે ત્યાં UPI પર RuPay ક્રેડિટ પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી તમારે તમારું RuPay ક્રેડિટ કાર્ડ ઉમેરવું પડશે. તેના છેલ્લા છ અંકો દાખલ કરવાના રહેશે. એક્સપાયરી ડેટ અને પિન દાખલ કરવાનો રહેશે. આ પછી તમારે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે પિન બનાવવો પડશે.
તેવી જ રીતે તેને Google Pay પર ઉમેરવા માટે તમારે એપ્લિકેશન ખોલ્યા પછી સેટિંગ્સમાં જવું પડશે. ત્યાં તમારે સેટઅપ પેમેન્ટ મેથડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ Add RuPay ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરો. આ પછી તમારે ફોન પે જેવી આગળની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.