Ration Card: જલ્દી કરી લો રાશનકાર્ડ e-KYC, આ છે અંતિમ તારીખ
E KYC process for ration card: રાશન કાર્ડમાં દર મહિને મફત રાશન મળે છે. વાસ્તવમાં, ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક અંત્યોદય યોજના છે, જે હેઠળ પાત્ર લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં, જો તમે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને મફત રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી પરંતુ મોટી સંખ્યામાં રેશનકાર્ડ ધારકોને જોતા આ તારીખ લંબાવવામાં આવી છે. ઇ-કેવાયસી કરવા માટે, તમારે તમારા જરૂરી દસ્તાવેજો ઑનલાઇન સબમિટ કરવા પડશે.
જો તમે છેલ્લી તારીખ પહેલા તમારું રેશનકાર્ડ ઇ-કેવાયસી નહીં કરાવો તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તમારું રેશનકાર્ડ પણ રદ કરવામાં આવશે. આ સિવાય તમારા પર ભારે દંડ પણ લગાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા લોકોને વહેલી તકે ઈ-કેવાયસી કરાવવાની સૂચના આપવામાં આવી છે.
Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રાશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે NO દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આંખ ખૂલી રાખવી જરૂરી છે.