EPFO 3.0 જલદી થશે લોન્ચ, આ પાંચ મોટા ફેરફારો પર કરો એક નજર

EPFO 3.0: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં તેનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરશે. આ મજબૂત IT પ્લેટફોર્મ મારફતે સભ્યોને બેન્ક જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

1/6
EPFO 3.0: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં તેનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરશે. આ મજબૂત IT પ્લેટફોર્મ મારફતે સભ્યોને બેન્ક જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગયા મહિને કહ્યું હતું કે આ નવી સિસ્ટમ મે અને જૂન 2025 વચ્ચે કાર્યરત થશે.
2/6
તેમણે કહ્યું હતું કે EPFO 3.0 એક એવું વિશ્વસનીય પ્લેટફોર્મ હશે જે તેના 9 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સને કોઈપણ મુશ્કેલી વિના ઘણી નવી સુવિધાઓ પૂરી પાડશે. જેમ કે ક્લેમનું સેટલમેન્ટ ઓટોમેટિક થઇ જશે, ભૂલો ડિજિટલી સુધારવામાં આવશે અને સૌથી અગત્યનું, તમે ATM માંથી સીધા PF ના પૈસા ઉપાડી શકશો, કારણ કે બેન્ક ખાતામાં રાખેલા પૈસા ATM માંથી ઉપાડવામાં આવે છે. આજે આ સમાચાર દ્વારા અમે તમને EPFO 3.0માં કયા નવા ફેરફારો થવાના છે તે જણાવવા જઈ રહ્યા છીએ.
3/6
PF ના પૈસા ઉપાડવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ અને ઝડપી બનશે. ક્લેમ સેટલમેન્ટ પણ આપમેળે થશે, મેન્યુઅલ કામ કરવાની જરૂર રહેશે નહીં. ક્લેમ મંજૂર થયા પછી તમે બેન્ક ખાતાની જેમ સીધા ATM માંથી પૈસા ઉપાડી શકશો. તમે ઘરે બેઠા તમારા ખાતામાં આપેલી કોઈપણ માહિતીને ઓનલાઈન સુધારી શકો છો, જેનાથી ફોર્મ ભરવાની ઝંઝટનો અંત આવશે.
4/6
EPFO હવે અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓને તેની સિસ્ટમમાં સામેલ કરવાનું વિચારી રહ્યું છે જેથી અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ પેન્શન અને સુરક્ષાના વધુ સારા લાભ મળી શકે. હવે લાંબા ફોર્મ ભરવાને બદલે OTP દ્વારા જરૂરી ફેરફારો ઝડપથી અને સુરક્ષિત રીતે કરી શકાય છે.
5/6
આ ઉપરાંત EPFO એ પેન્શનરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) પણ શરૂ કરી છે. આ હેઠળ દેશની કોઈપણ બેન્કની કોઈપણ શાખામાંથી પેન્શનની રકમ મેળવી શકાય છે. આ પગલું પેન્શનરો માટે અનુકૂળ રહેશે.
6/6
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) પણ તેની સુવિધાઓને અપગ્રેડ કરી રહ્યું છે. ટૂંક સમયમાં ESIC લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારી, ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકશે. હાલમાં ESIC 165 હોસ્પિટલો દ્વારા 18 કરોડ લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.
Sponsored Links by Taboola